June 01, 2009

હું તારામય થઇ જતો જ્યારે

બગીચામાં આંબાની ડાળ પર કોયલ ટહુકતી જ્યારે,
બે ધબકાર સિવાયના અવાજની જાણ થતી મને ત્યારે,

ભીડાયેલા આંગળીઓના અંકોડા છુટા પડતા જ્યારે,
ચાર હાથના અસ્તિત્વની જાણ થતી મને ત્યારે,

પવનની લહેર આંખો બંધ કરાવી દેતી જ્યારે,
પાંપણનું અસ્તિત્વ મહેસુસ થતું મને ત્યારે,

તારા શ્વાસોચ્છવાસ ને મહેસુસ કરતો હું જ્યારે,
તારી પાછળ રહેલી દુનિયાનું ભાન થતું મને ત્યારે,

હું તારામય થઇ જતો જયારે, મારી 'વ્હાલી',
હું, 'હું' મટીને 'સુગંધ' બની જતો હતો ત્યારે.


- સુગંધ.

3 comments:

Bhargav said...

હે ભગવાન....
(ohh my GOD !!! like chandler Bing :-) )

ખરેખર, જેણે જેણે પ્રેમ કર્યો હશે, અરે પ્રેમ ની કલ્પના સુદ્ધા કરી હશે, તેણે તેણે આજ અનુભવ કર્યો હશે.
જ્યાં સરવાળો એક વત્તા એક બરોબર એક જ હોય અને તો પણ સાચો હોય, તે દાખલો જ પ્રેમ નો છે.
ખુબ જ સરસ,

Health Conscious said...

I am also gujju,currently staying at london.

Just want to say that this article is one of the best imagination example.

Health Tips

Jay Gujarat.

પંચમ શુક્લ said...

ભીડાયેલા આંગળીઓના અંકોડા છુટા પડતા જ્યારે,
ચાર હાથના અસ્તિત્વની જાણ થતી મને ત્યારે,

પવનની લહેર આંખો બંધ કરાવી દેતી જ્યારે,
પાંપણનું અસ્તિત્વ મહેસુસ થતું મને ત્યારે,

બહુ સુંદર રચના.