August 25, 2012

એના ઘુંટણનું કાવ્ય

માણસ આખી જીંદગી માં ઘણી બધી અવસ્થાઓ માંથી પસાર થાય છે. દરેક અવસ્થા માં તે કંઈક પામે અને કંઈક ગુમાવે. પણ દરેક અવસ્થા માં શીખે જરૂર. નીચે પાંચ ભાગ માં જુદી જુદી અવસ્થા સાથે જીવન ની વિવિધ કળા ઓ ને ઘુંટણ ના રૂપક સાથે જોડી ને લખેલી છે.


એ જયારે ઘુંટણીએ પડ્યો ત્યારે,
માં-બાપ ના આંખ માંથી હર્ષાશ્રુ વહ્યા,
અમારો દીકરો ભાંખોડિયા ભરવા લાગ્યો,
અને એ હસતો રહ્યો, જીંદગી માં મોટો થતો રહ્યો,

એ જયારે ઘુંટણીએ પડ્યો ત્યારે,
એની આંખ માંથી આંશુ વહ્યા,
હું નિષ્ફળ થયો પરીક્ષા માં,
છતાં પણ એ હસતો રહ્યો, જીંદગી થી શીખતો રહ્યો,

એ જયારે ઘુંટણીએ પડ્યો ત્યારે,
મિત્રો ની આખો આનંદ થી ભરાઈ ગઈ,
અમારો દોસ્ત આ સિદ્ધિ ને પામ્યો,
અને એ હસતો રહ્યો, જીંદગી જીવતો રહ્યો,

એ જયારે ઘુંટણીએ પડ્યો ત્યારે,
પ્રિયતમાના આંખ માંથી હર્ષાશ્રુ વહ્યા,
મારો પ્રિયતમ હંમેશને માટે મારો બન્યો,
એ બન્ને સાથે હસતા રહ્યા, જીંદગી નું ગીત ગાતા રહ્યા,

પછી કાળક્રમે એ ઘુંટણ નબળા પડ્યા,
ત્યારે દુનિયા આખી એની સામે ઘુંટ
ણે પડેલી હતી,
પણ એ નતમસ્તક થઈને ભગવાન ની સામે ઉભો રહ્યો,
અને એ હસતો રહ્યો, જીંદગી ની સામે જોઈ ને મરકતો રહ્યો.

- સુગંધ. (૨૫ ઓગસ્ટ, ૨૦૧૨)

1 comment:

Bhargav said...

જોરદાર... હંમેશા ની જેમ :)
માણસ ની આખી જીંદગી ની મહત્વ ની ઘટનાઓ વચ્ચે કેટલું સામ્ય છે એ ગુઢ વાત આટલી સામાન્ય અને સરળ રીતે રચના માં ઉતારવી એ બહુ કઠીન છે.

ખુબ સરસ.