અંત:કરણ
ભટક્યું મન વન માં, વગડા માં,
અફાટ સમુદ્ર ને ખુલ્લા એવા આકાશમાં;
શોધ ખોળ ચાલુ હતી કશાક ની,
આ જ ધરા પર કોઈક ખૂણા માં;
શોધી ખુશી અને શોધ્યો સંતોષ,
ફરી વળ્યો મારા આખા ગામ માં;
મહાયાત્રા પૂરી કરી, ફર્યો પાછો,
મારી પોતાની પાસે, મારા એકાંત માં;
લેખાજોખા લીધા, ઉલટ તપાસ થઇ,
મારી જાત ની, મારા હૃદય માં;
મળી મને, મહામુલી એ વસ્તુ,
પોતાના શરીર રૂપી એવા આ ખોળિયા માં !
Paulo Coelho ની નવલકથા The Alchemist જો વાંચી હોય તો આ વાત જલ્દી સમજાઈ જશે કે હું શું કહેવા માંગું છું. ના વાચી હોય તો પણ કોઈ વાંધો નથી, સમજવા જેવી અને સરળ રીતે સમજાય તેવી આ બહુ સરસ વાત છે.
- સુગંધ. (૧૪ મે, ૨૦૧૧)
2 comments:
well-come back!! :D
and that toooo with a BANG!!!
party!
જેના પર આખી નવલકથા લખાણી ...
એને આમ સાવ એક નાનીશી રચના માં સમજાવી દીધું... અને એ પણ આમ સાવ સહજ રીતે ...
જોરદાર!!!
hw weird.
i 'realised' d sam thng on d very nxt day, 15th.
well n truly said!!!
Post a Comment