December 25, 2011

Realization

તમે ક્યારેક તો આવશો એ વિચારે,
માંડી મીટ તમારા પસાર થવાના માર્ગ માં,

દરરોજ જોયા વિદાય લેતા સુર્યાસ્ત,
નવી સવાર ની શરૂઆત થવાની રાહ માં,

હૃદયે બતાવ્યો અરીસો ખોલી એના દરવાજા,
મળતા મળ્યા તમે એકદમ મારી પાસ માં,

પડી ખબર તમે તો છો માત્ર મૃગજળ,
છબી સમા અંકિત છો હૃદય માં,

માંડી મીટ હવે ભવિષ્યના વિચારે નવા રસ્તે,
મલક્યો 'સુગંધ',  સૂર્યોદય નું કિરણ આંજી આંખ માં.


 બહુ વિચાર્યું પરંતુ ગુજરાતી મથાળું આપવામાં મન ના માન્યું કેમેય કરીને, એટલે આખરે અંગ્રેજી માં લખ્યું. શબ્દો તો ઘણા મળ્યા પણ પછી થયું કે ગુજરાતી કવિતા ને અંગ્રેજી મથાળું, ચાલો કંઈક નવું લાગશે.


- સુગંધ. (૨૫ ડીસેમ્બર,  ૨૦૧૧)

3 comments:

રીક્ષિત કા. પટેલ said...

ભાઈ... આજે ફરી એક વાર સ્વીકારી રહ્યો છું કે, ખરેખર શબ્દો માં જાદુ છે....

Vipul said...

Wow !!!

Bhargav Maru said...

આવો આવો બાપુ....
ઘણા વખતે, અને ફરી એક વાર ધમાકેદાર :)