દિશાવિહિન દિશા
જો તમે જીવતા હશો તો, તમારા સપના હશે,
(જીવન ને વધારે રસભર્યું બનાવવા સપના જોવા છે જરૂરી)
સપના હશે તો એ તમારા જીવન નું ધ્યેય હશે,
(સપના ને પામવા બધી જ જરૂરી મહેનત કરી છૂટવી)
ધ્યેય હશે તો તેને પામવાની મહત્વાકાંક્ષા હશે,
(ધ્યેય ને પામવા માટે ની મક્કમતા છે જરૂરી)
મહત્વાકાંક્ષા હશે તો તેના માટે ઉત્કટ ભાવના હશે,
(આકાક્ષાંઓ માટે જુસ્સો છે જરૂરી)
અને આ ભાવના ઓ હશે તો તમે જીવતા હશો જ.
(ભાવના, લાગણી ઓ રાખે છે ધબકતા તમને)
આ કંઈ કવિતા કે કોઈ જ પ્રકાર ની પધ્ય રચના નથી, બસ મન માં ઉમટેલા વિચારો છે
- સુગંધ. (૨૧ જુલાઈ, ૨૦૧૩)
1 comment:
તમારા વિચારો ગમ્યાં. સરસ.
Post a Comment