તલાશમાં છું
માણસે-માણસે હુંફ શોધતો હું,
ઘડીકમાં પ્રેમની તો ઘડીકમાં પ્રિયતમાની તલાશમાં છું,
અડફેટો ખાતો, પડતો આખડતો હું,
ખાંખાખોળા કરતો, શુન્યાવકાશમાં અવકાશની તલાશમાં છું,
પા-પા પગલીથી દોડતો હું,
કશુંક પામવાને, લક્ષ્ય પામવાને કટીબધ્ધ છું,
માણસોની ભીડ વચ્ચે માનવતાને શોધતો હું,
જાણે ઘાસની ગંજીમાંથી સોય શોધવાની મથામણમાં છું,
આભાસી એવી આ દુનિયામાં,
ખરેખર તો હું મારા વજુદની તલાશમાં છું.
- સુગંધ.
4 comments:
Hi Riteshbhai,
You asked for links for translation projects on Kartikbhai's post on RTM.. So here are the links:
#Google In Your Language project: http://www.google.com/transconsole/giyl/chooseActivity?project=intlbasic&langcode=gu
#WordPress Translation Project: http://translate.wordpress.com/
and btw, ... nice poem ...
nice words... keep writing... :)
સુંદર કવિતા..
" માણસોની ભીડ વચ્ચે માનવતાને શોધતો હું,
જાણે ઘાસની ગંજીમાંથી સોય શોધવાની મથામણમાં છું."
કવિતાની આ સુંદર પંક્તિ વાંચતા હૈયે કૈંક રણઝણ થઇ...
કમલેશ પટેલ
nice creation...
like and enjoy !!
awesom.......
Post a Comment